4.Principles of Inheritance and Variation
medium

મેન્ડેલિયન અનિયમિતતાઓ એટલે શું ? તેના કેટલાંક ઉદાહરણોનો ઉલ્લેખ કરો.

Option A
Option B
Option C
Option D

Solution

જનીનિક અનમિયમિતતાઓને બે વર્ગમાં મૂકી શકાય છે $:$ $(a)$ જનીનિક અનિયમિતતાઓ $(b)$ રંગસૂત્રીય અનિયમિતતાઓ.

મૅન્ડેલિયન અનિયમિતતા એ છે કે, જેમાં કોઈ એક જનીનમાં રૂપાંતરણ અથવા વિકૃતિ થાય. આ વિકાર એ જ ક્રિયાવિધિ દ્વારા સંતતિમાં ઊતરે છે જેનો અભ્યાસ આનુવંશિકતાના સિદ્ધાંતોમાં કરવામાં આવેલ છે.

આ પ્રકારની મૅન્ડેલિયન અનિયમિતતાઓની આનુવંશિકતાના ઉદાહરણોને કોઈ કુટુંબમાં વંશાવળી પૃથક્કરણ દ્વારા શોધી શકાય છે.

મૅન્ડેલિયન વિકારોનાં સામાન્ય ઉદાહરણ હિમોફિલિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સિકલ-સેલ એનીમિયા, રંગઅંધતા, ફિનાઈલ કિટોન્યુરિયા, થેલેસેમિયા વગેરે છે.

મૅન્ડેલિયન અનિયમિતતાઓ પ્રભાવી કે પ્રચ્છન્ન પણ હોઈ શકે છે. આ લક્ષણ લિંગ-સંકલિત પણ હોઈ શકે છે.

$X-$સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ વાહક માદામાંથી નર સંતતિને મળે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.